જે ડી વેન્સે પોતાના પરિવાર સાથે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી
જે ડી વેન્સે પોતાના પરિવાર સાથે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી
Blog Article
ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે તેમની ભારતીય મૂળની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે દિલ્હીમાં પ્રસિદ્ધ સ્વામિનારાણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યા હતાં.
દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યા પછી તરત વાન્સ પરિવાર સીધા અક્ષરધામ મંદિર ગયો હતો. તેમણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કર્યા હતાં અને મંદિરની ભવ્ય સ્થાપત્યકલા જોઇ હતી. દર્શન પછી વેન્સ અને તેમના પરિવારને મંદિરના સંતો દ્વારા માળા પહેરાવવામાં આવી હતી. તેમના ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ પણ તેમની સાથે હતાં. તેમના બાળકોએ કુર્તા-પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા અને તેમની પુત્રી લહેંગા પહેરેલી જોવા મળી હતી.Read more :